Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અભિનય વગરના જીવનની કલ્પના પણ ન થઇ શકેઃ કરીના

બોલીવૂડમાં સતત સક્રિય અભિનેત્રી કરીના કપૂર ખાન કહે છે અભિનય વગરના જીવનની હું કલ્પના પણ કરી શકતી નથી.  તાજેતરમાં કરીનાને એક પુરસ્કાર સમારોહમાં કોઇએ પુછ્યું હતું કે અભિનય સિવાયના બીજા કોઇ ફિલ્ડમાં જવાનું વિચાર્યુ છે? ત્યારે કરીનાએ કહ્યું હતું કે હું અઢાર વર્ષથી અભિનયની દુનિયામાં કામ કરી રહી છું. મને નથી લાગતું કે મારે બીજું કંઇ વિચારવું જોઇએ. હું પહેલેથી જ કલાકાર બનવા ઇચ્છતી હતી. અભિનય વગરના જીવન વિશે હું વિચારી પણ શકુ નહિ. તેણે પુરસ્કાર મેળવીને કહ્યું હતું કે પ્રત્યેક પુરસ્કાર મહત્વપૂર્ણ હોય છે. મહારાષ્ટ્રીયન ઓફ ધ યરનો પુરસ્કાર મેળવીને કરીના અત્યંત ખુશ થઇ હતી. તેણે કહ્યું હતું કે મને મારા રાજ્ય-શહેર પર ગર્વ છે. હું સાચી મુંબઇકર છું. આ સન્માન મેળવીને હું ખુબ વિનમ્ર અનુભવ કરી રહી છું. 

 

(9:31 am IST)