Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આલિયા ભટ્ટ બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની ગર્લફ્રેન્ડ તરીકે તેનાથી ૧૧ વર્ષ નાની અભિનેત્રી તારા સુતરિયાનું નામ ઉછળ્યુ

મુંબઈ : આલિયા ભટ્ટનો એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની લવ લાઈફને લઈ ચર્ચામાં છે. લાંબા સમયથી એવી ખબર આવી રહી છે કે સિદ્ધાર્થ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ દ્વારા ડેબ્યૂ કરવા જઈ રહેલી તારા સુતરિયાને ડેટ કરી રહ્યો છે. જોકે તેમણે આ વાતને સત્તાવાર સમર્થન નથી આપ્યું. સ્પોટબોય ડોટકોમની રિપોર્ટ મુજબ તારા અને સિદ્ધાર્થ મંગળવારે સાથે જોવા મળ્યા. વર્લીના એક મોલમાં આ કપલને સ્પોટ કરાયું હતું. આ દરમિયાન બંને અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂની ‘બદલા’ ફિલ્મ જોવા ગયા હતા.

તારાએ ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે સાથે હાલમાં જ ‘કોફી વિથ કરણ’માં ડેબ્યૂ કર્યું હતું. શોમાં તારાએ જણાવ્યું હતું કે તેને સિદ્ધાર્થ પર ક્રશ છે. શોના અંતિમ રાઉન્ડમાં જ્યારે કોઈ સેલેબ્સને કોલ કરવાનો ટાસ્ક મળ્યો ત્યારે પણ તારાએ સિદ્ધાર્થને જ કોલ કર્યો હતો. ચેટ શો ‘કોફી વિથ કરણ’માં કરણ જોહરે જણાવ્યું હતું કે તારા પહેલા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી હતી. તારાએ તેના જવાબમાં કહ્યું કે તે બાળપણથી ઈશાનને ઓળખે છે અને બંને માત્ર સારા મિત્રો છે. રિપોર્ટ મુજબ તારાની નિકટતા ફેમસ બોલિવૂડ એક્ટર વિનોદ મેહરાના દીકરા રોહન મેહરા સાથે પણ રહી છે.

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી ત્યારથી તેનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાયેલું હતું. આ પછી  બંનેએ અનેક વર્ષો સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું. તેમના સંબંધ જોઈને લાગતું હતું કે આ બંને બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે પણ એકાએક આખી વાર્તા બદલાઈ ગઈ. આખરે સિદ્ધાર્થ અને આલિયાનું બ્રેકઅપ થઈ ગયું હતું.

આ બ્રેકઅપ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ જેકલિન ફર્નાન્ડિસ સાથે જોડાઈ ગયું હતું જોકે આ રિલેશનશીપનો બહુ જલ્દી અંત આવ્યો હતો. સિદ્ધાર્થે આલિયા અને જેકલીન પછી પ્રેમિકા તરીકે કિયારા અડવાણીને ડેટ કરી હતી. હવે તેનું નામ તારા સુતરિયા સાથે જોડાયું છે.

(4:40 pm IST)
  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST