Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સલમાન સમાધાન કરાવામાં સફળઃ ટૂંક સમયમાં જ કપિલ શર્માના શોમાં થશે 'ગુથ્થી'નું પુનરાગમન

સલમાન ફિલ્મ ભારતના પ્રમોશન માટે કેટરીના કેફ અને સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્મા શોમાં નજરે આવશે!!

મુંબઈઃ આખરે બોલીવુડ સ્ટાર સલમાનખાન કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન કરવામાં સફળ થયો હોવાના અહેવાલ મળે છે  સલામાન ખાન કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી રહ્યાંના હેવાલ હતા ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનિલ ગ્રોવરને કપીલ શર્માના શોમાં પાછા લાવવામાં સફળ થયો છે.

   એવું કહેવાય છે કે સલમાન ખાને અંતે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ થોડા સમય પહેલા જ સલમાન ખાને સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા સાથે મુલાકાત કરી, ત્યારબાદથી રિપોર્ટ્સ મળી રહ્યાં છે કે ટૂંક સમયમાં જ ગુથ્થી કપીલ શર્માના શોમાં પરત ફરશે.

સુનિલ ગ્રોવર, સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં નજર આવશે, કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દરમિયાન સલમાન ખાને સુનિલને કપિલ શર્માના શોમાં વાપસી કરવા માટે મનાવી લીધો હતો, વાપસીની વાતો અગાઉ પણ આવી હતી પરંતુ સુનિલ ગ્રોવરે ભારત ફિલ્મ સાઇન કરી લેતા તમામ ચર્ચામાં પૂર્ણ વિરામ લાગી ગયો હતો.

 એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે સલમાન પોતાની ફિલ્મ ભારતના પ્રમુશન માટે કેટરીના કેફ અને સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્મા શોમાં નજર આવી શકે છે. સાથે જ સુનિલને સલમાન કપિલના શોમાં ફરી જોઇન કરાવી ટીમને એક કરાવવાની તૈયારીમાં છે.છેલ્લા કેટલાક સમયથી ધ કપિલ શર્મા શોની ટીઆરપી સતત ઘટી રહી છે, એવામાં જો પહેલાની જેમ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર મળી જશે તો ટીઆરપીના નવા રેકોર્ડ સર્જાઇ શકે છે.

(3:43 pm IST)