Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

યો યો હનીસિંહે અનોખા અંદાજમાં ઉજવ્યો પોતાનો ૩૬મો જન્મદિવસ

ભાઇએ તેને ખુબ આકર્ષક કેક ભેટમાં આપી

મુંબઇ તા. ૧૬: મ્યુઝિક સેન્સેશન યો યો હનીસિંહે ગઇકાલે ૧૫મીએ અનોખા અંદાજમાં પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. બોલીવૂડમાં પોતાના અલગ જ ગીતોથી સંગીતની પરિભાષા બદલી નાંખનાર હનીસિંહએ એક અનોખા પ્રકારની કેક કાપી હતી. પોતાના પરિવારજનો અને મિત્રો બહોળી સંખ્યામાં હાજર હતાં. સોશિયલ મિડીયા પર હનીસિંહે એક તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે-માય બ્રધર ગોટ મી એ ક્રેઝી કેક!...આ કેક ગ્રામોફોન જેવી દેખાતી હતી.

ગયા વર્ષે હનીસિંહના દિલ ચોરી, છોટે છોટે પેગ, રંગતારી, ધીસ પાર્ટી ઇઝ ઓવર નાઉ અને શાહિદ કપૂર તથા કિયારા અડવાણી પર ફિલ્માવાયેલુ ગીત સિંગલ ઉર્વસી ચાર્ટબસ્ટર્સમાં ટોપ પર હતાં. તાજેતરમાં હનીએ નવો મ્યુઝિક વિડીયો પણ રિલીઝ કર્યો હતો. મખના ગીતથી તેના ચાહકો ઝુમી ઉઠ્યા હતાં. આ ગીત યુટ્યુબ પર ટોપ ટ્રેડિંગ વિડીયોના લિસ્ટમાં સામેલ થયું હતું. હનીસિંહ સતત તેના ચાહકોને નવા ગીતો આપી પોતાની જાદૂ દેખાડતો રહે છે.

(3:43 pm IST)