Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકુમાર-જ્હાન્વીની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી' આવશે સિનેમાઘરોમાં

૧૧ માર્ચના ભૂતોના લગ્ન જોવા તૈયાર રહેજો

મુંબઇ તા. ૧૬: કોરોનાને કારણે ગયા વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થઇ શકી નહોતી. તો શુટીંગ પણ ઠપ્પ થઇ ગયા હતાં. હવે ફરીથી શુટીંગ શરૂ થઇ ચુકયા છે અને સિનેમા હોલ પણ ખુલી રહ્યા છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરે ફિલ્મ 'રૂહી'નું શુટીંગ પુરૂ કરી લીધું છે. સાથે વરૂણ શર્મા પણ ખાસ રોલમા છે. આ ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે અને સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઇ ચુકી છે. ૧૧માર્ચના રોજ આ ફિલ્મ સિનેમા હોલમાં પ્રદર્શિત થવાની છે.

ટીઝર પોસ્ટ કરીને જ્હાન્વી કપૂરે લખ્યું હતું કે-આ ભુતના લગ્નમાં તમારું સ્વાગત છે. સિનેમાઘરોમાં જાદૂ ફરી આવી રહ્યો છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું નામ પહેલા રૂહી અફઝા રખાયું હતું. પણ હવે બદલીને માત્ર રૂહી કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર પણ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. દિનેશ વ્જિનની આ ફિલ્મમાં રાજકુમાર, જ્હાન્વી, વરૂણ સાથે પંકજ ત્રિપાઠી, એલેકસ ઓનેલ, સીમા પાહવા, આમના શરીફ અને રોનિત રોય પણ ખાસ રોલમાં છે. દિનેશ અગાઉ સ્ત્રી જેવી સુપરહિટ હોરર કોમેડી આપી ચુકયા છે.

(3:05 pm IST)