Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સુપરહિટ રિયાલિટી શો બિગ બોસ-૧૩માં વિનર બન્યો સિદ્ધાર્થ શુક્લાઃ પ૦ લાખનું ઇનામ અપાશે

મુંબઈ : કલર્સ ચેનલનાં સુપરહિંટ રિયાલિટી શૉ Bigg Boss 13નો સફર ગઇકાલે રાતે પુરો થઇ ગયો છે. આ શૉમાં સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13નો વિનર બન્યો છે. આ સાથે જ સિદ્ધાર્થને 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. શૉનાં હોસ્ટ સલમાન ખાને જોરદાર ધમાકાની સાથે વિજેતાનું નામ જાહેર કર્યું હતું. શૉનાં ટોપ બે ફાયનલિસ્ટમાં સિદ્ધાર્થની સાથે આસિમ રિયાઝનું નામ હતું. જેમાં છેલ્લે લાઈવ વોટિંગથી વિજેતાની પસંદગી કરવામાં આવી.

જો આપણે ટોચનાં 6 ફાયનાલિસ્ટની વાત કરીએ તો એમાં સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, પારસ છાબડા, આરતી સિંહ, રશ્મિ દેસાઈ અને શહનાજ ગિલ સ્પર્ધામાં હતા. ૃબધાને માત આપીને સિદ્ધાર્થ શુક્લા શૉનો વિનર બની ગયો છે.

શૉના વિનરની જાહેરાતમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ બહાર આવતાં જ તેના મોઢા પર એક ખુશી જોવા મળી હતી. બધાની નજર આમ તો વિનર તરીકે આસિમ રિયાઝ પર હતી પરંતુ એ વિનર ન બની શક્યો.

માનવામાં આવી રહ્યું છે કે, બિગ બોસની 13મી સિઝનમાં ઈનામની રાશિ 1 કરોડ રૂપિયા છે. પરંતુ લેટેસ્ટ અહેવાલોનું માનીએ તો ઈનામી રકમ 1 કરોડનું નહીં પરંતુ 50 લાખ છે.

સોશિયલ મીડિયા પર ફેન ક્લબથી શેર કરવામાં આવેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે શોની પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા છે. તેમાંથી પારસને 10 લાખ રૂપિયા આપીને શોમાંથી બહાર થવાનો મોકો આપવામાં આવ્યો હતો અને તે પૈસા લઈને ચાલ્યો ગયો હતો.

(1:50 pm IST)