Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સની લિયોનીનુ વિડિઓ સોન્ગ 'હોલિવૂડ વાલે નખરેના'એ યુટ્યુબ મચાવી ધમાલ..

મુંબઈ: ફિલ્મમેકર શાહરોઝ ખાને પોતાના આગામી મ્યુઝિક વીડિયો હોલિવૂડ વાલે નખરેના પ્રમોશનમાં બિઝી છે. ગીત યૂ ટયૂબ તેમ અન્ય વેબસાઇટો પર રિલીઝ થઈ ગયુ છે. ગીતમાં સની લિયોન વીબરે ઠૂમકા લગાવ્યા છે. ગુરુવારે ગીતના પ્રમોશન દરમિયાન ખાને જણાવ્યું હતું કે જૂના હિટ ગીતોના રિમિક્સ કરવા કોઈ મોટી વાત નથી. ટ્રેન્ડનો અંત લાવી તમે જો કંઈક નવીનતા લાવો છો તો ચોક્કસ તેને પ્રતિસાદ મળે છે. સની લિયોન એક સારી અદાકારા છે. ફિલ્મ રઇસના લૈલા ગીત બાદ તેને વધારે ઓળખ મળી છે. મ્યુઝિક વીડિયોમાં તે લાંબા સમયથી જોવા નહોતી મળી તેથી અમે તેનો અપ્રોચ કર્યો હતો. ગીત રિલીઝ થયા બાદ યૂ ટયૂબ પર લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યું છે.

 

(6:20 pm IST)