Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ફિલ્મ હમીદની રજૂઆતને મોકૂફ રખાઈ

મુંબઇ :આઠ વર્ષના એક કશ્મીરી બાળકને ભારતીય લશ્કરના જવાન સાથે સારી એવી આત્મીયતા થઇ જાય છે એવી કથા ધરાવતી ફિલ્મ હમીદની રજૂઆતને મોકૂફ રાખવામાં આવી હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.ફિલ્મમાં અભિનેત્રી રસિકા દુગ્ગલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. પુલવામાં સીઆરપીએફની બસને આતંકવાદીઓએ ઊડાવી દીધા બાદ દેશભરમાં આતંકવાદ અને કશ્મીર વિરુદ્ધ જે લાગણી પ્રવર્તી રહી છે ધ્યાનમાં રાખીને હમીદની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હોવાનું ફિલ્મ સર્જક દ્વારા જણાવાયું હતું.ફિલ્મ હમીદના ડાયરેક્ટર ઐઝાઝ ખાનેે કહ્યું હતું કે અમારી મૂળ યોજના ફિલ્મને પહેલી માર્ચે રજૂ કરવાની હતી પરંતુ પુલવામાની દુર્ઘટનાએ અમારી યોજના મોકૂફ રાખવાની પ્રેરણા આપી હતી. જમ્મુ કશ્મીરમાં પરિસ્થિતિ થોડી એખલાસભરી થાય ત્યારબાદ ફિલ્મ રજૂ કરવાની હવે અમારી યોજના છે.'અમારી મૂળ યોજના ૧૮ ફેબુ્રઆરીએ શ્રીનગરમાં સીઆરપીએફ જવાનોને પહેલાં ફિલ્મ દેખાડવાની હતી. અમે ગુરુવારેજ કશ્મીર જવા રવાના થવાના હતા ત્યાં સમાચાર આવતાં અમે અમારી યોજના મુલતવી રાખી હતી' એમ ઐઝાઝ ખાને કહ્યું હતું.

 

(6:19 pm IST)