Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અભિનેત્રી તાપસી પન્નુ ફિલ્મ 'રશ્મિ રોકેટ'ના છેલ્લું શિડ્યુલ માટે પહોંચી ભુજ

મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ 'રશ્મિ રોકેટ' ઘણા સમયથી ચર્ચામાં છે. તપસી પન્નુની ફિલ્મ રમતો પર આધારિત છે. તાપસી  પન્નુ ફિલ્મ 'રશ્મિ રોકેટ' માં ગુજરાતી એથ્લેટની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ માટે  તાપસીથોડા સમયથી સખત મહેનત કરી રહી છે અને પરસેવો પડી રહી છે. તાજેતરમાં તાપસી આ ફિલ્મના છેલ્લા શિડ્યુલ માટે ગુજરાતના ભુજ આવો પહોંચી હતી. જ્યાં તે આ ફિલ્મનું છેલ્લું શિડ્યુલ પૂર્ણ કરશે. તાપસીએ પોતે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી હતી. તાપ્સીએ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેની પાછળની બાજુ બતાવવામાં આવી હતી. આ તસવીરમાં તાપસીએ લાલ કલરનો ટી-શર્ટ પહેર્યો છે. જેના પર ભુજ લખાયેલ છે. આ તસવીર શેયર કરતા તાપસીએ લખ્યું - 'રશ્મિ રોકેટનું છેલ્લું શિડ્યુલ અને છેલ્લું સ્ટોપ.'

(5:45 pm IST)
  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોના વિસ્ફોટ :છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રેકોર્ડબ્રેક :૪૦ હજારથી વધુ નવા કેસ અને બે દિવસમાં ૭૫ હજારથી વધુ કેસ નોંધાયા access_time 11:40 am IST

  • વેક્સિન અંગે કોઇ અફવા માનશો નહીં, સંપૂર્ણ સલામત છે: તબક્કાવાર સૌને મળશે: વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં વેક્સિનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, વેક્સિનને લઇને કોઇ જ અફવામાં આવવું નહીં, તબક્કાવાર તમામને મળશે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે access_time 1:47 pm IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST