Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે કરશે લગ્ન : બંને ગોવામાં પરણશે

ગોવામાં બીચ અથવા રિસોર્ટમાં મહેંદી, સંગીત અને રિસેપ્શન આયોજીત કરવામાં આવશે

મુંબઈ : અભિનેતા વરૂણ ધવન મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એક અહેવાલો અનુસાર, બંને ગોવામાં લગ્ન કરશે. એક નિર્માતાએ આ મામલે વાત કરતા કહ્યું કે વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ ગોવામાં લગ્ન કરવા માંગે છે. જેમ વરુણના મોટા ભાઈ રોહિતે કર્યું હતું.

તેઓ કહે છે કે વરૂણ અને નતાશા મે મહિનામાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઉનાળામાં ભવ્ય લગ્ન થશે. એક અઠવાડિયા સુધી લગ્નની વિધિ રીતી રિવાજ સતત ચાલુ રહેશે. ગોવામાં મહેંદી, સંગીત અને રિસેપ્શન આયોજીત કરવામાં આવશે. તે બીચ અથવા રિસોર્ટ લગ્ન હશે. જેમ વરુણના મોટા ભાઈ રોહિતે આઠ વર્ષ પહેલા જ્ન્હવી સાથે ગોવાની પાર્ક હયાત હોટેલમાં લગ્ન થયા હતા. તેવી જ રીતે વરુણ પણ આ સ્થળે લગ્ન કરવાનું વિચારે છે.

(10:11 pm IST)