Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મારે હવે બાળકો માટે નાટકો અને ફિલ્મો બનાવવી છે: ગુલઝાર

મુંબઇ:  સિનિયર ગીતકાર ફિલ્મ સર્જક ગુલઝારે કહ્યું હતું કે મારે હવે બાળકો માટે નાટકો અને ફિલ્મો બનાવવાં છે. મને એમ લાગે છે કે બાળકોની સતત અગવણના થતી રહી છે. એમને માટે કોઇ ફિલ્મ સર્જક ફિલ્મ બનાવતો નથી. ગુલઝારે સર્જેલી એક એનિમેટેડ ફિલ્મનું ગ્રાફિક ડિઝાઇનિંગ અને સજાવટ ટોચની ડિઝાઇનર શિલ્પા રાનડેએ તૈયાર કરી છે જે પહેલી માર્ચે રજૂ થવાની છે. મૂળ આ કૃતિ ઓસ્કાર વિજેતા ફિલ્મ સર્જક સત્યજિત રેએ પચાસ વર્ષ પહેલાં બંગાળી ભાષામાં તૈયાર કરી હતી. એને ગોપી ગાયને બાઘા બાયને ટાઇટલ આપ્યું હતું. બંગાળીમાંથી સરળ હિન્દુ રૃપાંતર ગુલઝારે કર્યું છે જેને ગોપી ગવૈયા, બાઘા બજૈયા ટાઇટલ આપ્યું છે. આ એનિમેટેડ ફિલ્મ બંગાળીમાં એક કરતાં વધુ પેઢીનાં બાળકો માટે અનેરું આકર્ષણ બની રહી હતી.  હવે ગુલઝારે એ હિન્દી રૃપાંતર તરીકે તૈયાર કરી છે. ચિલ્ડ્રન ફિલ્મ્સ સોસાયટી દ્વારા તૈયાર થયેલી આ બાળ એનિમેટેડ ફિલ્મને દુનિયાભરના એક કરતાં વધુ ફિલ્મ્સ ફેસ્ટિવલોમાં એવોર્ડઝ્ મળ્યા છે.ગુલઝારે કહ્યું, આપણી સંસ્કૃતિનો ઊગતી પેઢીનાં બાળકોને પરિચય કરાવવાની આપણા સૌની જવાબદારી છે. મને સતત એમ લાગ્યા કર્યું છે કે બાળકોની જરૃરિયાતની આપણે સતત અવગણના કરી છે. મારી ઘણા લાંબા સમયની ઇચ્છા રહી હતી કે ફિલ્મ ઇન્સ્ટીટયુટના ગ્રેજ્યુએટ્સ બાળકો માટે સરસ ફિલ્મો બનાવે પરંતુ આપણે ત્યાં મોટે ભાગે ફિલ્મ સર્જન માતબર કંપનીઓ અને સ્ટુડિયોના હાથમાં રહ્યું હોવાથી આ તરફ કોઇએ ધ્યાન આપ્યું નહોતું. બાળકો માટે સરસ ફિલ્મો બનાવવાની જવાબદારી ભાગ્યે જ કોઇ ટોચના ફિલ્મ સર્જકે અદા કરી છે.

 

(5:07 pm IST)