Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ટીના દત્તાએ ખુબ સહન કર્યો હતો બોયફ્રેન્ડનો ત્રાસ

ટીના દત્તા ટીવી પરદાની લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે. ટીના હાલમાં નવા શો ડાયનમાં કામ કરી રહી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે તે કોઇ અભિનેતા સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. ટીનાએ કહ્યું હતું હું પાંચ વર્ષ સુધી ખાસ રિલેશનશીપમાં રહી હતી. પણ એણે પાંચ વર્ષ પછી આ રિલેશનશીપ ખતમ કરી નાંખી છે. લાંબા સમય સુધી તેને ત્રાસ સહન કરવો પડ્યો હતો, આમ છતાં તે ચુપ રહી હતી. કારણ કે પોતે કોઇપણ રીતે આ રિલેશનશીપ જળવાઇ રહે તેવું ઇચ્છતી હતી. પણ પછી તેને લાગ્યું કે હવે વાત આગળ વધી શકે તેમ નથી તેથી બધુ પુરૂ કર્યુ હતું. ટીનાએ કહ્યું હતું કે બોયફ્રેન્ડ તેને મારકુટ પણ કરી લેતો હતો. એક કોમન ફ્રેન્ડ થકી તેને આ બોયફ્રેન્ડ મળ્યો હતો. બાળપણથી જ ટીના ટીવી પરદે કામ કરી રહી છે. પણ હવે જે સફળતા મળી છે તેનાથી ખુશ છે.

(10:02 am IST)