Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પિયાનો વગાડતાં શીખવું છે દિપીકાને

રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી દિપીકા પાદુકોણ ફરીથી કામે વળગી છે. હાલમાં તે મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'નું કામ કરી રહી છે. આ વર્ષમાં તે શું કરવા ઇચ્છે છે? તેવા સવાલના જવાબમાં દિપીકાએ કહ્યું હતું કે હું મારા માતા-પિતા અને બહેન સાથે વધુને વધુ સમય વિતાવવા ઇચ્છુ છું. આ વર્ષે ગીટાર તેમજ પિયાનો વગાડતા પણ શીખવાની છું. હું આમ તો દર વર્ષે આ નિર્ણય કરુ છું, પણ આ વખતે ચોક્કસ શીખીશ. દિપકાએ એવી ઇચ્છા પણ વ્યકત કરી હતી કે આયુષ્યમાન ખુરાનાની પાછલી ફિલ્મ 'અંધાધૂન' તેને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મની સિકવલ બનશે તો પોતે તેમાં ચોક્કસ કામ કરશે. દિપકા કહે છે અંધાધૂન-૨માં પોતે ફિટ બેસી શકે તેમ હોવાનું લાગે છે. આયુષ્યમાને અંધ યુવાનનો રોલ નિભાવ્યો હતો. સાથે તબ્બુ અને રાધિકા આપ્ટે મહત્વના રોલમાં હતી.

(10:02 am IST)
  • સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીની નિમણૂક:સર્વોચ્ચ અદાલતના પાંચ સભ્યોના કોલેજિયમે હાઈકોર્ટના આ બંને ન્યાયાધિશને બઢતી આપવાની ભલામણ કરી હતી. access_time 1:00 am IST

  • રાજકોટમાં રાજકીય ભૂકંપ : મનપાની વોર્ડ ન, 13ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરસી પટોળીયાએ ફોર્મ પાછું ખેંચ્યું :ભાજપનો ખેસ ધારણ કરતા ખળભળાટ ;ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના :ભાજપને ધાકધમકી આપી ફોર્મ પાછું ખેંચાવ્યાનો કોંગ્રેસનો આરોપ :કોંગ્રેસના આગેવાનો-નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ અને કલેકટર કચેરીએ દોડ્યા : પરંતુ કોંગી ઉમેદવાર નરસી પટોળીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા: રાજકોટ ભાજપના આગેવાનોએ ઓપરેશન પાર પાડ્યું access_time 2:45 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને સ્વાઈન ફલૂ થયો : દિલ્હી સ્થિત એઇમ્સમાં દાઝલ કરાયા : શ્રી શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુદ જણાવ્યું : એઇમ્સના વરિષ્ઠ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં ચાલી રહી છે અમિતભાઈની સારવાર access_time 10:04 pm IST