Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

દુનિયાનો સૌથી હેન્ડસમ એકટર બન્યો ઋત્વિક રોશન

મુંબઇ:  હૃતિક રોશન ફક્ત ભારતમાં જ નહીં, પૂરી દુનિયાનો સૌથી હેન્ડસમ એકટર બની ગયો છે. આ પહેલા અભિનેતા ત્રણ વરસ સુધી મોસ્ટ સેક્સિએસ્ટ એકટરનો ખિતાબ જીત્યો હતો. આ યાદી વર્લ્ડ ટોપ મોસ્ટ ૨૦૧૮ દ્વારા બનાવામાં આવી છે. જેમાં જુનિયર રોશને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. હૃતિક રોશન વિશ્વમાં મોસ્ટ હેન્ડસમ એકટરનો ખિતાબ મેળવ્યો છે. આ માન મેળવવા માટે એકટર્સના લુક, ગ્લોબલ ફેન ફ્લોઇંગ, બોક્સ ઓફિસ પરફોર્મન્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને લગતી દરેક બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. આ પહેલા રોશન પુત્ર સેક્સિએસ્ટ મેન, હોટેસ્ટ મેન ઓફ ધ પ્લેનેટનો ખિતાબ પણ મેળવી ચુક્યો છે.

(5:25 pm IST)