Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

તેલુગુ ફિલ્મની રીમેકમાં જોવા મળશે અર્જુન કપૂર

મુંબઇ: સાઉથના ટેાચના ફિલ્મ સર્જક સંદીપ વાંગાની સુપરહિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેકમાં હોનહાર અભિનેતા અર્જુન કપૂર મુખ્ય રોલ કરશે એવી જાણકારી મળી હતી. વાંગાની મૂળ ફિલ્મ ના રાઇટ્સ પ્રોડયુસર મુરાદ ખેતાણીએ વેચાતાં લઇ લીધા હતા એવી માહિતી આપતાં એક સૂત્રે કહ્યું કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી મુરાદ ખેતાણી વાંગા સાથે મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. આખરે સોદો પાર પડયો હતો અને હવે હિન્દી રિમેકની તૈયારી શરૃ થશે. હિન્દી રિમેક માટે અર્જુન કપૂરને લેવાની પ્રોડયુસરની ઇચ્છો હોવાનું પણ સૂત્રે કહ્યું હતું. રૉકસ્ટાર દેવ ડીને મળે છે એવી સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મનું બજેટ વધી જાય અને ફિલ્મ પ્રમાણસરના બજેટથી બને એવી ઇચ્છા હોવાથી અર્જુન કપૂરે પણ પોતાની ફી વાજબી રાખી હતી અને માર્કેટ પ્રાઇઝ કરતાં ઓછું મહેનતાણું સ્વીકારવાની તૈયારી દાખવી હતી. સૂત્રે વધુમાં કહ્યું હતું કે અગાઉ આર બાલ્કીની કી એન્ડ કામાં અર્જુન કપૂરે પ્રોફિટ શૅરિંગના ધોરણે કામ કર્યું હતું. પરંતુ મુરાદ ખેતાણીની ફિલ્મમાં એવું કરવાનો નથી.ઔઓરિજિનલ તેલુગુ ફિલ્મને સર્ટિફિકેટ મળ્યું હતું. હિન્દી રિમેક પણ મોટે ભાગે એવીજ પુખ્ત વયના માટેની ફિલ્મ હશે.
 

(5:25 pm IST)