Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અભિષેક સાથે કામ કરવાની ભૂમિની ઇચ્છા થઇ પુરી

દમદાર અને પડકારજનક ભૂમિકાઓ માટે ભૂમિ પેડનેકર જાણીતી છે. દમ લગા કે હઇશા ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર ભૂમિએ શુભ મંગલ સાવધાન, ટોયલેટ-એક પ્રથા જેવી હિટ ફિલ્મો પણ આપી છે. ભૂમિ હાલમાં ખુબ જ ખુશ છે. તે આગામી ફિલ્મ 'સોન ચિરૈયા'ની તૈયારી કરી રહી છે. જેનું નિર્દેશક અભિષેક ચોૈબે કરશે. તે કહે છે હું લાંબા સમયથી અભિષેક સાથે કામ કરવા માંગતી હતી. હવે આ ઇચ્છા પુરી થઇ છે.

સુશાંતસિંહ રાજપૂત આ ફિલ્મમાં ભૂમિ સાથે છે. જો કે ફિલ્મનું સાચુ નામ હજુ નક્કી થયું નથી. સોન ચિરૈયા વર્કિંગ ટાઇટલ છે. ભૂમિ કહે છે આ ફિલ્મનો રોલ ખુબ મુશ્કેલીભર્યો છે. કહાની ચંબલના ડાકુઓ આસપાસ છે. ૧૯૭૦ની પૃષ્ઠભૂમિ ફિલ્મમાં છે. ભૂમિ ચંબલ ગામમાં જઇને પાત્રને ન્યાય આપવા ત્યાંની મહિલાઓ કઇ રીતે રહે છે, કઇ રીતે વાત કરે છે? તેનું શિક્ષણ મેળવશે.

(10:10 am IST)