Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૧૮મીથી થિએટરમાં રિલીઝ થઇ રહી છે-હિન્દી ફિલ્મ સૈયોની

સંગીતમય એકશન થ્રિલરમાં નવી જોડી તન્મયસિંહ અને મુસ્કાન સેઠીઃ રાહુલ રોય અલગ જ રોલમાં

મુંબઇ તા. ૧૫: લક્કી નડિયાદવાલા મોરાની પ્રોડકશનની ફિલ્મ 'સૈયોની' આઠ મહિનાના લોકડાઉન પછી સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. મ્યુઝિકલ એકશન થ્રિલર એવી આ ફિલ્મ ૧૮મી ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે.

તન્મય સિંહની આ પ્રથમ ફિલ્મ છે. સાથે મુસ્કાન સેઠી મુખ્ય હીરોઇનના રોલમાં છે. આ ફિલ્મની કહાની એવી છે કે જે દર્શકોને અંતિમ ક્ષણ સુધી જકડી રાખશે. મિકાસિંહ, વિંદુ દારાસિંહ, જાયેદ ખાન, નિશાંત મલકાની, નિર્માતા મોહમમ્દ મોરાની, લકી મોરાનીની હાજરીમાં ટ્રેલર અને સંગીત લોન્ચ કરાયા હતાં. ગીતો અરિજીતસિંહ અને બી.પ્રાક સહિતે ગાયા છે. લકી અને મોહમ્મદ મોરાનીએ કહ્યું હતું કે અમે નસીબદાર છીએ કે અમારી ફિલ્મના પ્રદર્શન માટે સિનેમાઘરો ખુલી ગયા છે. તન્યમ અને મુસ્કાન બંને પ્રતિભાશાળી કલાકાર છે.

તન્મયે કહ્યું હતું કે હું અત્યંત ઉત્સાહીત છું. આ મારી પહેલી જ ફિલ્મ છે. ફિલ્મની કહાની, સંગીત એમ બધુ જ સર્વોચ્ચ છે. મને આશા છે કે દર્શકોને ચોક્કસ આ ફિલ્મ ગમશે. નિર્દેશન નિતીન ગુપ્તાએ કર્યુ છે અને લેખન વિશાલ ઓમ પ્રકાશનું છે. રાહુલ રોય, ઉપાસના સિંઘ સહિતની પણ મહત્વની ભુમિકા છે.

(2:54 pm IST)