Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

'ગેંદા ફૂલ' ૨૦૨૦નો સૌથી વધુ જોવાયેલો યુટયૂબ મ્યૂઝિક વીડિયો

નવી દિલ્હી, તા.૧પઃ જેકિલન અને બાદશાહનું 'ગેંદા ફૂલ' ૨૦૨૦માં સૌથી વધુ જોવાયેલું સોંગ જાહેર થયું હતું. કેરી મિનાટી નામનો યુટયૂબર ટોપ ક્રિએટર જાહેર કરાયો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક એપિસોડ પણ ખૂબ જોવાયો હતો.

યુટયૂબ ઈન્ડિયાએ ૨૦૨૦માં સૌથી વધુ જોવાયેલા વીડિયોની યાદી જાહેર કરી હતી. એમાં મ્યુઝિકલ વીડિયોની કેટેગરીમાં જેકિલન અને બાદશાહનું ગેંદા ફૂલ બાજી મારી ગયું હતું. આ ગીત યુટયૂબ પર ૬૭ કરોડ કરતાં વધુ લોકોએ જોયું હતું. તે પછી દિલ તોડ કે, મોટો, મુકાબલા જેવા ગીતો ટોપ-૧૦મા સમાવેશ પામ્યા હતા.

ફરિદાબાદનો કેરી મિનાટી નામના યુટયૂબરનો વીડિયો મોસ્ટ વોસ્ડની વીડિયો કેટેગરીમાં પ્રથમ ક્રમે હતો. એ વીડિયોનું ટાઈટલ યુટયૂબ વર્સિસટિકટોક હતું. એને ૨.૭૫ કરોડ દર્શકો મળ્યા હતા. બીબી કી વાઈનનો એન્ગ્રી માસ્ટરજી વીડિયો પણ ખૂબ જોવાયો હતો. તે ઉપરાંત પોપ્યુલર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો વેલેન્ટાઈન ડે એપિસોડ દર્શકોએ યુટયૂબમાં બહુ જ જોયો હતો.

સંદીપ મહેશ્વરી, ભૂવન બામ, તન્મય ભટ્ટ સહિતના યુટયૂબર્સને ૨૦૨૦ના વર્ષના ટોપના ક્રિએટર્સ ગણાવાયા હતા. લોકડાઉનના કારણે યુટયૂબના પ્લેટફોર્મમાં વીડિયો બનાવીને મૂકવાનું પ્રમાણ વધ્યું હતું. અગાઉના વર્ષો કરતાં વધારે યુટયૂબર્સે પ્લેટફોર્મમાં નવા વીડિયોઝ મૂકયા હતા એવું યુટયૂબ ઈન્ડિયાએ કહ્યું હતું.(૨૩.૩)

(10:00 am IST)