Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

આશ્રમમાં કામ કરીને સપનુ સાકાર થયું: પ્રીતિ સુદ

ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ આશ્રમને ભરપુર સફળતા મળી છે. એક ભાગ રિલીઝ થયા પછી બીજા ભાગની અત્યંત આતુરતાથી રાહ જોવાઇ હતી અને બીજો ભાગ પણ દર્શકોને ખુબ ગમ્યો હતો. પ્રકાશ ઝા દ્વારા નિર્મિત અને નિર્દેશીત આ સિરીઝમાં બોબી દેઓલ સહિતના કલાકારો સાથે પ્રીતિ સુદે પણ ખાસ રોલ નિભાવ્યો છે. તેનું કામ બંને સિઝનમાં વખાણાયું છે. પ્રીતિએ આશ્રમમાં કામ કર્યુ તેના અનુભવ વિશે કહ્યું હતું કે આ સિરીઝમાં કામ કરવું એ સપનુ સાચુ થવા સમાન છે. હું બોબી દેઓલની ખુબ મોટી ચાહક છું. મને તેની સાથે કામ કરવા મળ્યું એ જ મોટી વાત છે. તે પ્રતિભાશાળી અને મહેનતુ સ્ટાર છે. સોૈથી મોટી વાત હોય તો એ છે કે તેઓ ખુબ વિનમ્ર અને જમીન પર રહેનારા માણસ છે. સતત સહાયક પણ છે. તેઓ મને કલાકાર તરીકે સતત પ્રોત્સાહીત કરતાં હતાં. ત્રીજી સિઝનમાં હવે સનોબરની કહાની સામે આવશે. આશ્રમની કહાની કાશીપુરવાલે બાબા નિરાલા આસપાસ ઘુમતી રહે છે. બોબી સાથે દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, અધ્યયન સુમન, અદિતી પોહાનકર, ત્રિધા ચોૈધરી, ચંદન રોય સન્યાલ સહિતના કલાકારો છે.

(9:59 am IST)