Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મનિષ ગોયલ ગેંગસ્ટરના રોલમાં: ભોપાલમાં શુટીંગ

ટીવી અભિનેતા મનિષ ગોયલ પણ હવે ફિલ્મી પરદે આવી રહ્યો છે. તે હાલમાં એક ફિલ્મ કરી રહ્યો છે જેમાં તે ગેંગસ્ટરનો રોલ નિભાવી રહ્યો છે. મોહન નાડર અને અમિત પી. ગુપ્તા નિર્મિત તથા મનિષ વાત્સલ્ય નિર્દેશીત ફિલ્મ 'હનક'માં મનિષને ગેંગસ્ટર વિકાસ દૂબેનો રોલ મળ્યો છે. આ વર્ષના જુલાઇ માસમાં તેણે આઠ પોલીસ કર્મચારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. એ પછી તેનું પણ પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. હનક ફિલ્મને આવતા વર્ષના માર્ચ મહિનામાં રિલીઝ કરવાનો નિર્માતા-નિર્દેશકનો પ્લાન છે.

ક્રિએટીવ પ્રોડ્યુસર કેતકી પંડિત મહેતાના કહેવા મુજબ ટીવી પરદે મનિષ ગોયલનો દેખાવ હમેંશા એક પારિવારીક સદસ્ય જેવો જ રહ્યો છે. હવે તેને આ ફિલ્મમાં ગુનેગાર દેખાડવા માટે ખુબ મહેનત કરવી પડી છે. ઇન્ટરનેટ પરથી વિકાસ દૂબેના અનેક ફોટા વિડીયો લીધા હતાં. તેની સાથે મનિષે પોતાની રીતભાત, બોડી લેંગ્વેજ અને ઉચ્ચાર શીખવા  ઘણી મહેનત કરી હતી. ફિલ્મનું શુટીંગ ભોપાલમાં શરૂ થઇ ચુકયું છે.

(9:59 am IST)