Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુપરસ્ટારના રોલમાં પંકજ ત્રિપાઠી

મુળ બિહારના અભિનેતા પંકજ ત્રિપાઠીએ વર્ષ ૨૦૦૩માં કન્નડ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી બોલીવૂડમાં ૨૦૦૪માં રન ફિલ્મમાં રોલ મળ્યો હતો. ત્યારબાદ તેણે સતત એક પછી એક ફિલ્મમાં પોતાના અભિનય થકી અલગ જ ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી છે. આજે પંકજ ત્રિપાઠી સતત વ્યસ્ત અભિનેતા પૈકીના એક છે. મિરઝાપુરની બંને સિઝન અને તાજેતરમાં આવેલી ફિલ્મ લુડોના તેના અભિનયથી ચાહકો અત્યંત ખુશ થયા હતાં. હવે પંકજ સુપરસ્ટારના રોલમાં જોવા મળશે. રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકિલા'માં પંકજ સાઉથના સુપરસ્ટારનો રોલ નિભાવી રહ્યા છે. આ પાત્ર તદ્દન અલગ પ્રકારનું છે. જાણીતી સ્ટાર શકિલાની જિંદગી પર આધારીત ફિલ્મમાં રિચાનો મુખ્ય રોલ છે. પંકજે કહ્યું હતું કે નાતાલના તહેવાર પર આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થઇ રહી છે આ કારણે હું ખુશ છું. મેં ફિલ્મમાં ખુબ જ દમદાર અભિનેત્રી અને મિત્ર રિચા સાથે કામ કર્યુ છે એ કારણે પણ હું ખુશ છું. પરદા પર એક એકટરનો રોલ નિભાવવાની મારી ઇચ્છા પુરી થઇ છે.

(9:58 am IST)