Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

'છોરી'ની તૈયારી કરી રહી છે નુસરત

બોલીવૂડમાં સતત સંઘર્ષ કરીને સફળતા મેળવી ચુકેલી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ 'છોરી'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના પોતાના રોલ માટે નુસરતે ભરપુર તૈયારી કરી છે. નુસરત હાલમાં એક પછી એક મોટી ફિલ્મ હાથ પર લઇ રહી છે. પ્યાર કા પંચનામાથી તેને ઓળખ મળી હતી. એ પછી સોનુ કે ટીટૂ કી સ્વીટી અને ડ્રીમ ગર્લ તથા છલાંગ જેવી ફિલ્મોમાં તેણે પ્રસંશનીય અભિનય આપ્યો છે. નુસરતે કહ્યું હતું કે છોરી ફિલ્મના શુટીંગ પહેલા મારે હોરર ઝોનમાં જવાનું હતું. આ માટે મેં સતત દસ દિવસ હોરર ફિલ્મો જોઇને તૈયારી કરી હતી. મેં ગેટ આઉટ, ધ શાઇનીંગ, રોજમેરિજ બેબી, ડોન્ટ બ્રેથ, અ કવાઇટ પ્લેસ, ધ રીંગ, જૂ-ઓન, હૈરિડેટરી, ઓમેન, વન મિસ્ડ કોલ, આઇટી, ડાર્ક વોટર સહિતની ફિલ્મો જોઇ લીધી હતી. આ ફિલ્મો જોયા પછી મને નિંદર આવતી બંધ થઇ ગઇ હતી. હું સતત ડરતી હતી. પણ મારા પાત્ર માટે આ જરૂરી હતું. છોરી એ મરાઠી ફિલ્મ લાપાછાપીની હિન્દી રિમેક છે. જેમાં વિક્કી કોૈશલનો ભાઇ સની કોૈશલ અને વિજય વર્મા પણ છે.

(9:57 am IST)