Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બધા રશ્મિકાના ખુબ મોટા ચાહક બની જશેઃ સિધ્ધાર્થ

નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મિકા મંદાનાની બોલિવૂડની પહેલી ફિલ્મ માટે ચાહકો અધીરા બન્યા છે. મિશન મજનૂ નામની ફિલ્મમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે મુખ્ય ભુમિકામાં છે. સ્પાય થ્રિલર એવી આ ફિલ્મ આવતા વર્ષે ૧૩મી મેના રોજ રિલીઝ થવાની છે. એક ફોટો પણ જાહેર કર્યો છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળે છે. આ પોસ્ટરે ફિલ્મની વાર્તા પ્રત્યે લોકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનની ધરતી પર ભારતના સૌથી હિંમત ભર્યા ગુપ્ત ઓપરેશનથી પ્રેરીત છે. શુટિંગ લખનૌ અને મુંબઇમાં કરવામાં આવ્યું છે.  ફિલ્મમાં કામ કર્યા બાદ રશ્મિકા અને સિદ્ધાર્થ એકબીજાના ચાહક બની ગયા છે. સિદ્ધાર્થ સાથે શુટિંગ કર્યા બાદ રશ્મિકાએ કહ્યું કે સિદ્ધાર્થમાં સુપરસ્ટારના તમામ ગુણો છે. સિદ્ધાર્થે રશ્મિકા વિશે કહ્યું હતું કે એક વખત લોકો રશ્મિકાને મિશન મજનુમાં જોશે એ પછી તેના મોટા ચાહક બની જશે. આગામી કેટલાંક વર્ષમાં રશ્મિકાને બોલીવૂડની અઢળક ઓફર પણ આવશે. રશ્મિકાની આ પહેલી હિન્દી ફિલ્મ છે.

(9:47 am IST)