Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

13 ભાષાઓમાં બની પહેલી ફિલ્મ 'ઇન્ક્રેડિબલ ઇન્ડિયા'

મુંબઈ:  સિનેમા જગતની એક અનોખી ઘટના હશે જ્યારે કોઈ એક સાથે 13 ભાષાઓમાં રીલીઝ થવાની છે. આરઆર બેનર હેઠળની હિન્દી ફિલ્મ "ઈનક્રેડિબલ ઇન્ડિયા" ના નિર્માતાઓ, રાજસિંહ રાજપૂત અને રેણુકાસિંહ રાજપૂતે, 21 ફેબ્રુઆરી 2020 ના રોજ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર, 13 ભાષાઓમાં કોઈ ફિલ્મ રજૂ થઈ રહી છે, જે બોલીવુડમાં એક અનફર્ગેટેબલ પહેલ છે. ફિલ્મ ઈનક્રેડિબલ ઇન્ડિયાનું મ્યુઝિક અને ટ્રેલર 7 જાન્યુઆરીએ રિલીઝ થશે. નિર્માતા અને દિગ્દર્શક રાજસિંહે કહ્યું કે ફિલ્મની કમાણીનો 25 ટકા ભાગ દેશના શહીદ સૈનિકો અને જરૂરિયાતમંદ ખેડુતોના પરિવારને આપવામાં આવશે.

(5:37 pm IST)