Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કાર્તિક-કિયારા સાથે તબ્બુની પણ એન્ટ્રી

 સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ભૂલભુલૈયાને લોકો આજે પણ ભુલ્યા નથી. આ ફિલ્મની રિમેક ભૂલભુલૈયા-૨ હવે બની રહી છે. શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં આ વખતે અક્ષય કુમારને બદલે કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. તેની સાથે કિયારા અડવાણીની જોડી છે. અત્યારથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જબરજસ્ત હિટ નિવડશે. ફિલ્મમાં હવે બોલીવૂડની ખુબસૂરત પીઢ અભિનેત્રી તબ્બુ પણ સામેલ થઇ ગઇ છે. ફિલ્મના કાર્તિક આર્યનના ફર્સ્ટ લૂક પણ વાયરલ થઇ ચુકયા છે. તબ્બુ અલગ-અલગ ભુમિકાઓ ભજવવા માટે જાણીતી છે. ગોલમાલ-૩માં પણ તેણે એવી મહિલાની ભુમિકા નિભાવી હતી જે આત્માઓને જોઇ શકતી હોય છે વાત કરી શકતી હોય છે. આ ફિલ્મમાં પણ તેનો ખાસ રોલ છે. કાર્તિક અને કિયારાની જોડી પહેલી વખત મોટા પરદે જોવા મળશે. કિયારાની કબિરસિંહ સુપરહિટ રહી હતી. જેમાં તેણે શાહિદ સાથે કામ કર્યુ હતું. અગાઉની ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમિષા પટેલ મુખ્ય રોલમાં હતાં.

(10:27 am IST)