Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કોઇપણ ઉમરે પ્રેમ થઇ શકે છેઃ શ્વેતા

ટીવી પરદાની ખુબસૂરત અભિનેત્રી શ્વેતા તિવારી લાંબા સમય પછી ફરીથી આ ફિલ્ડમાં પાછી આવી છે. તાજેતરમાં સોની ટીવી પર શરૂ થયેલા શો 'મેરે ડેડ કી દુલ્હન'માં શ્વેતા મહત્વનો રોલ નિભાવી રહી છે. આ શોમાં શ્વેતા સાથે વરૂણ બડોલા પણ છે.આ શોનું ઘણા દિવસો સુધી પ્રમોશન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં આ સિરીયલ માટેની એક કોન્ફરન્સમાં શ્વેતા તથા વરૂણ બડોલા અને શો સાથે જોડાયેલા બીજા લોકોએ સામેલ થઇ માહિતી આપી હતી. શ્વેતાએ પોતાના પાત્ર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે પ્રેમ કોઇપણ ઉમરે થઇ શકે છે. પ્રેમ ઉમર, રંગ કે કોઇ જાતીનો મોહતાજ નથી હોતો. આ શો માટે શ્વેતાને ખુબ આશા છે. વરૂણ આ શોમાં અંબર શર્માના રોલમાં છે. જેની દિકરી નિયાનો રોલ અંજની તત્રારી નિભાવી રહી છે. શ્વેતા ગુનીત સિક્કા નામની મહિલાનો રોલ નિભાવી રહી છે. વિજય ટીલાણી કબીર નામના યુવાનના રોલમાં છે. શોને દર્શકો પસંદ કરી રહ્યા છે.

 

(10:20 am IST)