Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રણવીર અને દિપિકાના ફોટાની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હો ત્યારેઃ સ્મૃતિ ઇરાનીએ ઇન્સ્ટાગ્રામમા ફની પોસ્ટ કરી

દીપિકા અને રણવીર સિંહના લગ્ન હવે વધારે ચર્ચાનો વિષય બની ગયા છે. ગઈ કાલે એટલે કે 14 નવેમ્બરે કોંકણી રીતિ રિવાજથી તેમના લગ્ન થઈ ગયા હતા. બંનેએ લગ્નનો એકપણ ફોટો શેર નથી કર્યો. બંનેના ફેન્સ તેમના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દીપવીરના લગ્નના ફોટાની આતુરતાથી રાહ માત્ર સામાન્ય લોકો જ નહિ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ કરી રહ્યા છે. તેમણે આ અંગે ઈન્સ્ટાગ્રામ પર એક ફની પોસ્ટ કરી હતી. તેમણે એક હાડપિંજર બેંચ પર બેઠુ હોય તેવો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે- રણવીર અને દીપિકાના ફોટાની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોવ ત્યારે….

ઈન્સ્ટાગ્રામ પર આ ફોટાને ઢગલાબંધ કોમેન્ટ્સ મળી છે. કેટલાં યુઝર્સને આ ફોટો ફની લાગ્યો તો કેટલાંકે સ્મૃતિને દીપવીરના લગ્નની ચિંતા છોડીને દેશના લોકોની ચિંતા કરવા જણાવ્યું હતું. ઈન્સ્ટાગ્રામમાં આ પોસ્ટને 15 હજારથી વધુ લાઈક બની ગઈ છે.

સ્મૃતિ ઈરાની સાથે ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી સિરિયલમાં કામ કરી ચૂકેલા રોનિત રોયે પણ આ પોસ્ટ પર ખૂબ જ ફની કોમેન્ટ કરી હતી. તેણે હાડપિંજર અંગે લખ્યું કે- એ મિહિર છે, એ ફરી જીવતો થશે.

(8:05 pm IST)