Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પુત્રી સુહાનાને લઈને કિંગ ખાને કહી ખુબ સુંદર વાત...

મુંબઈ: બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાન હવે પોતાની ફિલ્મોથી વધારે તેના બાળકોને લઈને વધારે ચર્ચામાં રહે છે. કિંગ ખાનની પૂત્રીની વાત કરીએ તો સુહાના ખાન પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને સુર્ખિયોમાં છવાયેલી રહેતી હોય છે. પરંતુ હાલમાં કિંગ ખાને તેની પુત્રીને લઈને અમૂક વાત કરીએ છીએ જે જાણી તમને ગર્વ થશે. આમ તો પિતા માટે તેમની પુત્રી દુનિયાની સૌથી ખુબસુરત અને વ્હાલી હોય છે.હાલમાં થયેલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન પર પહોંચેલા કિંગ ખાન તેમની પુત્રી સુહાનાને લઈને એવુ એક નિવેદન આપ્યું. આયોજન દરમિયાન એક પત્રકારે ફેયરનેસ ક્રિમના વિજ્ઞાપનને લઈને શાહરૂખને સવાલ કર્યો.તે નિવેદન પર કિંગ ખાને જવાબ આપ્યો કે, “મારી પુત્રી વ્હાલી છે પરંતુ તે દુનિયાની સૌથી ખુબસુરત પુત્રી છે. તેની પર મને ખુબ ગર્વ છે. અને હું મારી પુત્રીને ખુબ પ્રેમ કરું છું”.

(3:03 pm IST)