Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અસલી જિંદગીમાં સાથી બન્યા જીશાન ખાન-રેહના પંડિત

ટીવી શોમાં સાથે કપલ્સનો રોલ નિભાવતાં કલાકારો ઘણીવાર અસલી જિંદગીમાં પણ એક બીજાને પ્રિય બની જઇ પ્રેમમાં પડી જતાં હોય છે અને લગ્ન પણ કરી લેતાં હોય છે. આવુ વધુ એક કપલ સામે આવ્યું છે. કુમકુમ ભાગ્યમાં કામ કરતાં કલાકારો જીશાન ખાન અને રેહના પંડિતે એકબીજાના હાથ પકડી લીધા છે. આ બંનેએ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. અંતે  પોતાના સંબંધની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે તે સાથે લિપલોકવાળો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જીશાન અને રેહનાની ડેટીંગની વાતો વહેતી થઇ હતી. તે સાચી ઠરી છે. જીશાને ફોટા સાથે લખ્યું છે કે મારી સારી મિત્રથી માંડીને મારા જીવનનો પ્રમ હોવાના નાતે, મારી ખુશી અને મારા મનની શાંતિ થવા માટે ! તમે તે બધુ છો જે મેં કામના કરી... અને વધુ! એક પળ હું તમારી સાથે વિતાવવા માંગુ છું, તમારી હાજરીમાં હું જે પણ શ્વાસ લઉ છું તે મારા દિલને એક પ્રમથી તરબોળ કરી દે છે. આઇ લવ યૂ બેબી! ચાહકો બંનેને શુભેચ્છા આપી રહ્યા છે.

(9:53 am IST)