Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ભંસાલીની ફિલ્મમાં રણવીરે આલિયા ભટ્ટ સાથે કામ કરવાની કહી ના

મુંબઇ: સંજય લીલા ભણશાલી પર હાલ પનોતી બેઠેલી જણાય છે. તેમના બધા પાસા હાલ ઉંધા  પડી રહ્યા છે.   થોડા સમય પહેલા સલમાન ખાન સાથેની ભણશાલીની ફિલ્મ ડબ્બા બંધ થઇ ગઇ. હવે રણવીર સિંહે આલિયા ભટ્ટ સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે તેને રોલની ઓફર અને તે સ્વીકારવાની વાતને કોઇ પુષ્ટિ મળી નથીસૂત્રની વાત સાચી માનીએ તો, સલમાન સાથેની ફિલ્મ ડબ્બાબંધ થવાથી, ભણશાલી આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો હતો. ફિલ્મમાં રણવીરને કેમિયોની ઓફર ભણશાલીએ કરી હતી. પરંતુ રણવીરે ઠુકરાવી દીધી છે. રણવીરના ઇનકારથી આલિયા નારાજ થઇ હોવાની બોલીવૂડમા ચર્ચા છેરણવીરના નનૈયાથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છેે. રણવીર તો ભણશાલીનો ખાસ એકટર મનાય છે.તેણે ભણશાલી સાથે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.પરંતુ જો વાત સાચી હોય તો, તેમાં પણ કોઇ ખાસ કારણ હશે તેમ રણવીરના હિતેચ્છુઓ માની રહ્યા છે

(5:26 pm IST)