Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દે દે પ્યાર દે ફિલ્મનું હોઉલી… હોઉલી… ગીત સોશ્યલ મીડિયા ઉપર મચાવે છે ધૂમઃ યુવાનોમાં ગીત-ડાન્સનો ભારે ક્રેઝ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અજય દેવગન, તબ્બૂ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેનું એક સોન્ગ લોકો વચ્ચે ઘણું ફેમસ થયું હતું. આ મનોરંજક ભરેલા ગીત 'હોઉલી હોઉલી'માં, જ્યાં એક તરફ રકુલ પ્રીત સિંહનો જોરદાર ડાન્સ જોવા મળ્યો હતો, ત્યાં અજય દેવગણનું હૃદય રકુલની દરેક અદા પર ધબકતું જોવા મળ્યું હતું. આ ગીતમાં તબ્બુના મૂવ્સની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ ગીતના શબ્દો એટલા જ જબરજસ્ત છે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એટલું જ નહીં, યુવાનોમાં આ ગીતનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા લોકોએ આ ગીતના ડાન્સ સ્ટેપ્સને ફોલો કર્યા અને તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.

પસંદ કરવામાં આવી રહ્યો છે વીડિયો

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ગયું છે જેનાથી દરેક જોડાવવા માગે છે. કેમકે આ માધ્યથી આજે દેશના યુવા સમગ્ર દુનિયાની સામે તેમનું ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થઇ રહ્યાં છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ દેખાડવાની કોઇ તક મળતી નથી, એવા લોકો માટે સોશિયલ મીડિયા આજે એક વરદાનના રૂપમાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં Amruta Phadnis નામના યૂટ્યૂબ ચેનલે અપલોડ કર્યો છે, જેને લોકોએ ઘણો પસંદ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, આ વીડિયોમાં એક છોકરીએ જોરદાર ડાન્સ કર્યો છે. 27 સપ્ટેમ્બરના અપલોડ કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. સાથે સાથે ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી છે. આ વીડિયોમાં પરફોર્મ કરી રહેલી છોકરી અનેક વખત બોલીવુડના સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળે છે. જે સોશિયીલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા છે.

 

(5:28 pm IST)
  • નંબર વન તાજ છીનવવા કોહલી સ્મિથની નજીક પહોંચ્યોઃ ભારતીય પ્લેયરોના સાઉથ આફ્રીકા સામે શાનદાર પર્ફોમન્સને લીધે આઇસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં સુધારો access_time 3:53 pm IST

  • ફિકસ પગારદાર કર્મચારીઓને લાભ : ૧૨૬૯૨ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત : એસટી વિભાગના ડ્રાઈવર, કન્ડકટર તથા હેલ્પર અને ચોથા વર્ગના કર્મચારીઓને લાભ મળશે access_time 6:19 pm IST

  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર કર્યું છે કે નક્સલીઓને વ્યવસ્થિત નાણા ભંડોળ મળી રહ્યું છે અને તેમનો હેતુ દેશમાં આતંક ફેલાવવાનો છે access_time 11:00 pm IST