Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુશાંતના નસિબ બદલાયાઃ એક સાથે ત્રણ ફિલ્મો

છિછોરે ફિલ્મ રિલીઝ થયા પહેલા સુશાંતસિંહ રાજપૂત માટે ખરાબ દિવસો હતાં. તેની ફિલ્મ ડ્રાઇવ પણ લટકી ગઇ હતી. નિર્માતાઓએ સુશાંતના નામ પર વિચારવાનું બંધ કરી દીધું હતું. પરંતુ છિછોરે સફળ નિવડતાં સુશાંતના નસિબ જાણે બદલાઇગયા છે. તેને એક સાથે ત્રણ-ત્રણ નવી ફિલ્મો મળી ગઇ છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત છિછોરેને બોકસ ઓફિસ પર સારી સફળતા મળી હતી. સુશાંત માટે આ ફિલ્મ કારકિર્દીની મોટી હિટ સાબિત થઇ છે. છિછોરેના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ સુશાંતને એક બે નહિ પણ ત્રણ ફિલ્મો માટે સાઇન કરી લીધો છે. આ કારણે સુશાંતની ખુશીનો પાર નથી. સાજીદ સુશાંતના અભિનયથી ખુબ પ્રભાવીત થતાં તેણે બીજી ત્રણ ફિલ્મોની ડીલ તેની સાથે કરી છે. સુશાંત માટે આ ખુબ મોટી વાત છે. સાજીદ નડિયાદવાલાની ગણતરી ખુબ મોટા નિર્માતાઓમાં થાય છે. ટીવી પરદેથી બોલીવૂડમાં પગ જમાવનારા સુશાંત હવે આ વર્ષમાં સતત વ્યસ્ત રહેશે.

(10:10 am IST)
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાને પોતાની આગવી ચૂંટણી પ્રક્રિયા છે, બીસીસીઆઇના પ્રમુખ કોણ થાય તે હું નક્કી નથી કરતો ફોટો bcci access_time 11:00 pm IST

  • દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની ધરપકડ માટે ઇડીએ કરેલ અરજી ઉપર દિલ્હીની સીબીઆઈ કોર્ટ આવતીકાલે મંગળવારે ચુકાદો જાહેર કરશે access_time 11:12 pm IST

  • એનસીપી અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચેની લીંક અંગે ક્યારેય પણ તપાસ થઇ ન હોવાનું જાણીતા ધારાશાસ્ત્રી મહેશ જેઠમલાણીએ કહ્યું છે access_time 10:56 pm IST