Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ફરી હોટ વિલન બનશે જેનિફર

જેનિફર વિંગેટનું નામ પડતાં જ ટીવી પરદાની એક ખુબ જ નટખટ, દેખાવડી અને પ્રેમાળ અભિનેત્રીનો ચહેરો સામે આવી જાય છે. બેહદ શોમાં જેનિફરે માયા નામનું નેગેટિવ પાત્ર ભજવી દર્શકોમાં ચર્ચા જગાવી દીધી હતી. પોતાની હોટ અને સેકસી ઇમેજથી સોૈને હેરાન કરી દીધા હતાં. હવે ફરીથી જેનિફર બેહદ-૨માં કામ કરી રહી છે. આ વખતે પણ તે વિલનના અવતારમાં જ હશે. જેનિફર એક ઇવેન્ટમાં ખુબ જ હોટ અવતારમાં જોવા મળી હતી. તેની આવી તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. જેનિફરે કારકિર્દીની શરૃઆત સ્ટાર પ્લસ પર શાકા લાકા બૂમ બૂમ કશો થકી કરી હતી. જેમાં તે બાળ કલાકાર હતી. અભિષેક-ઐશ્વર્યા અભિનીત ફિલ્મ કુછ ના કહોમાં તે અભિષેકની બહેનના રોલમાં હતી. જેનીફરે બાદમાં કસોટી જિંદગી કી માં શ્વેતા તિવારીની દિકરીનો રોલ પણ નિભાવ્યો હતો. તેણે બોલીવૂડમાં કૃણાલ કોહલી સાથે ફિર સે નામની ફિલ્મ પણ કરી હતી. કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન તુટ્યા પછી જેનિફર ખુબ દુઃખી હતી. હવે તે નવી જિંદગી જીવી રહી છે.

(10:08 am IST)