Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અભિનેત્રી આલિયા ભટ્ટ બની નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર

એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઈલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે

મુંબઈ :એચએમડી ગ્લોબલે બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઈલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે. કંપનીએ તેને ભારત નોકિયા ફોનના ચહેરા તરીકે વરણી કરી છે

કંપનીએ  જણાવ્યુ કે આલિયા ભટ્ટ આજની પેઢી સાથે મજબુતીથી જોડી શકે છે. એચએમડી ગ્લોબલના વાઇસ પ્રેસિડેન્ડ અને ભારતના કન્ટ્રી હેડ અજય મેહતાએ જણાવ્યું હતું કે આલિયાની સાથે પ્રિન્ટ મીડિયા દ્રારા અભિયાન પહેલાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે આલિયા સાથે ભાગીદારી કરીને અમે ઘણા રોમાંચિત છીએ.

(1:08 am IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • દાહોદ : મામલતદાર કચેરીમાં ACB ની ટ્રેપ મામલતદાર રૂ. 31 હજારની લાંચ લેતા ઝડપાયા:કોમ્પ્યુટર ઓપરેટર પણ ઝડપાયો જમીનની માલિકી રેવન્યુ રેકોર્ડમાં ચઢાવવા માંગી હતી લાંચ access_time 5:57 pm IST