Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હવે હોલીવૂડ લાવી રહ્યું છે અલ્લાદ્દીન અને જીન્નની કહાની

અલ્લાદ્દીન અને તેના જીન્નની કહાની અનેક વખત સાંભળી અને ટીવી તથા ફિલ્મી પરદે લોકોએ જોઇ છે. કોમિક બૂકસમાં પણ આ જોડી પોતાની કમાલ દેખાડી ચુકી છે. હવે હોલીવૂડ તરફથી અલ્લાદ્દીનની ભેટ મળી રહી છે. નિર્દેશન ગે રીચીએ એક ફિલ્મ બનાવી છે. તેનું ટીઝર રિલીઝ થયું છે. આ લાઇવ એકશન ફિલ્મ આ નામથી જ ૧૯૯૨માં બનેલી એનિમેશન ફિલ્મ પરથી બનાવાઇ છે. આ ફિલ્મમાં અનેક જાણીતા ચહેરા જોવા મળશે. અલ્લાદ્દીનમાં વિલ સ્મિથ, મેના મસૂડ, નાઓમી સ્કોટની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં મેના અલ્લાદ્દીનના અને વિલ સ્મિથ જીન્નના રોલમાં છે. ફિલ્મમાં જબરદસ્ત સ્પેશિયલ ઇફેકટસનો ઉપયોગ કરાયો છે. ૨૪ મે ૨૦૧૯ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.

(9:50 am IST)