Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

માર્ચમાં આવશે કંગના-રાજકુમારની 'મેન્ટલ હૈ કયા'

રાજકુમાર રાવ અને કંગના રનોૈત 'મેન્ટલ હૈ કયા' નામની ફિલ્મમાં ફરી વખત સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૯ માર્ચના રોજ રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન પ્રકાશ કોવેલામુદીએ કર્યુ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ ફિલ્મ રિલીઝ થવાની જાણકારી આપી હતી. બાલાજી મોશન પિકચર્સ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં કંગના, રાજકુમાર ઉપરાંત અમાયરા દસ્તૂર, ઋષિતા ભટ્ટ, વિક્રાંત મૈસી, જીમી શેરગીલ પણ મહત્વના રોલમાં છે. આ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે. કંગના અને રાજકુમારે અગાઉ ફિલ્મ કવીનમાં પણ સાથે કામ કર્યુ છે. બંનેની જોડી લોકોને ગમી હતી. કંગનાએ એ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. જો કે મેન્ટલ હૈ કયા પહેલા કંગનાની મણિકર્ણિકા રિલીઝ થશે.

 

(9:49 am IST)