Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આ કારણે અંકિતે નેગેટીવ રોલ કર્યો

અભિનેતા અંકિત ભાટિયા હાલમાં ઝી ટીવીના શો ભાગ્ય લક્ષ્મીમાં બલવિન્દરનું પાત્ર ભજવી રહ્યો છે. તેના આ પાત્રને લોકો પસંદ કરી રહ્યા છે. અંકિતે કહ્યું હતું કે અભિનયમાં આવ્યો એ પહેલા મેં દસ વર્ષ સુધી બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ)નું કામ કર્યુ હતું અને પૈસા બચાવ્યા હતાં. મને ભાગ્ય લક્ષ્મી શો ઓફર થયો ત્યારે જ ખબર પડી ગઇ હતી કે આ શો દ્વારા હું મારી જાતને ઉજાગર કરી શકીશ. આ શા પછી મને ઘણાં સારાં પાત્રો મળશે અને એથી જ મેં નેગેટિવ પાત્ર કરવાનું નક્કી કર્યુ હતું. અભ્યાસ પુરો કર્યા પછી હું દિલ્હી શિફટ થયો હતો. મને ખબર હતી કે અભ્યિનમાં કારકિર્દી બનાવવી સરળ નથી. આથી મેં દસ વર્ષ સુધી બીપીઓમાં કામ કરી પૈસા બચાવ્યા હતાં. એ પછી મેં વિડીયો બનાવી સોશિયલ મિડીયા પર મુકયા હતાં.

(9:51 am IST)