Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બોલિવૂડના આર,માધવન અને સુશાંતસિંહ એક્ટિંગ સાથે એજ્યુકેશનમાં પણ છે મોખરે

મુંબઈ :બોલિવૂડમાં કેટલાય એક્ટર્સ એવા છે કે જે સારી એક્ટિંગ તો કરે જ છે. સાથે સાથે હાયર એજ્યુકેશનમાં પણ ડીગ્રીઓ મેળવી છે. આર. માધવન પાસે ઈલેક્ટ્રોનિક્સની ડીગ્રી છે. ફવાદ ખાને ટેલિકૉમ એન્જિનીયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે. સુશાંત સિંહે દિલ્લી ટેક્નિકલ એન્જિનીયરિંગથી મિકેનિકલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે. તેમજ એઆઈઈઈમાં ભારતમાં 7મો નંબર મેળવ્યો હતો.

(8:42 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST