Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મને હજુ લોકો સમજી શક્ય નથી: તાપસી પન્નુ

મુંબઈ: લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગયેલી અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે હું જરાય એાવર એક્સપોઝર કરી રહી નથી. હકીકતમાં મને લાગે છે કે હજુ લોકો મને ઓળખતા થયા નથી.પિન્ક, નામ શબાના, જુડવા ટુ, મુલ્ક અને હવે મનમર્ઝિયાંમાં ચમકી ગયેલી તાપસીને મિડિયાએ પૂછ્યું હતું કે તમને નથી લાગતું કે તમે ઓવર એક્સપોઝર કરી રહ્યાં છો ? ત્યારે જવાબમાં તાપસીએ શબ્દો ઉચ્ચાર્યા હતા. 'કારકિર્દીના તબક્કે હું વરસે બે ફિલ્મો કરું તો ઓવર એક્સપોઝર કહેવાય. હકીકતમાં મને એવું સતત લાગે છે કે હજુ લોકો મને બરાબર ઓળખતા નથી.આજે રોજે રોજ એટલા બધા નવા ચહેરા આવી રહ્યા છે કે લોકો કલાકારોેને યાદ રાખી શકતા નથી' એમ તાપસીએ કહ્યું હતુંતાપસીએ વધુમાં કહ્યું કે એક્કે એક દર્શક મને ઓળખતો થઇ જાય ત્યાં સુધી હું વરસે બે ત્રણ ફિલ્મો કરતી રહીશ.મારું પોતાનું એક ઓડિયન્સ બની જાય એવી મારી ઇચ્છા છે. લોકો મારા ચહેરાને જોતાં મલકી ઊઠે એટલી હદે મને ઓળખતા થઇ જાય એવી મારી મનોકામના છે. પિન્ક પછી મારી સમક્ષ આવેલી કોઇ ઑફરને હું નકારી શકી નહોતી. મારી ફિલ્મોગ્રાફીમાં એવી એક્કે ફિલ્મ નથી જેને લઇને હું એમ કહું કે ફિલ્મ કરી હોત તો બહુ સારું થાત. મારી પેઢીના કલાકારોમાં હું સૌથી વધુ લોકપ્રિય કલાકાર બની જવાની મહેચ્છા ધરાવું છું.

 

(5:19 pm IST)