Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

'લવરાત્રિ' સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ

મુંબઈ:સલમાન ખાનની ફિલ્મલવરાત્રિની મુશ્કેલીઓ વધી રહી છે. અમદાવાદનાં એક સંગઠને શુક્રવારે ગુજરાત હાઈકૉર્ટમાં પિટિશન દાખલ કરીને એવો દાવો કર્યો છે કે ફિલ્મલવરાત્રિનાં શીર્ષક અને કંટેન્ટથી હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. પિટિશન કરનારે દાવો કર્યો છે કે સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ રીલીઝ થશે તો હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચશે. ફિલ્મ દ્વારા સલમાન ખાનનાં જીજા આયુષ શર્મા અને વરીના હુસૈન બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મ નવરાત્રિની પૃષ્ઠભૂમિ પર બની છે. ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલાએ કર્યું છે અને ફિલ્મ દશેરાનાં દિવસે રીલીઝ થશે.સનાતન ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં કૉર્ટને અપીલ કરવામાં આવી છે કે ફિલ્મ પર રોક લગાવવાનાં વિકલ્પને આધારે ફિલ્મનાં નિર્માતાઓને ફિલ્મનું શીર્ષક બદલવા અને કંન્ટેન્ટમાં બદલાવ કરવાનું કહેવામાં આવે જેનાથી હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલા બિહારનાં મુજફ્ફરપુરમાં પણ ફિલ્મને લઇને કેસ કરવામાં આવ્યો છે.

(5:16 pm IST)