Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મારે નંદિતા પાસેથી એક રૂપિયો લેવાનો બાકી છે: નવાજ

મુંબઈ:નંદિતા દાસની ફિલ્મ મન્ટોના પ્રમોશનમાં મશગૂલ નવાઝુદ્દીન સિદ્દીકી હાલ મન્ટો વિશે જાત જાતની વાતો કરી રહ્યો છે. એક મુલાકાતમાં તેણે જણાવ્યું કે ૨૦૧૩માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન નંદિતાએ મને ફિલ્મ વિશે વાત કરી હતી. હું મન્ટોની વાર્તાઓથી સારી રીતે વાકેફ હતો અને હું કેટલીક વાર્તાઓનું મંચન પણ કરી ચૂક્યો હતો. મેં નંદિતાને તરત જણાવ્યું હતું કે હું કોઈપણ શરતે મન્ટો ફિલ્મ કરવા માટે તૈયાર છું. ફિલ્મ કરવા માટે હું એટલો આતુર હતો કે મેં પૈસાની કોઈ વાત કરી. હવે હસતાં હસતાં નવાઝુદ્દીન ઉમેરે છે, નંદિતા મને રૂપિયો આપવાની હતી પણ તે આજે તેની પર ઉધાર છે. હું આજે પણ રૂપિયો મળવાની રાહ જોઉં છું.

(5:15 pm IST)