Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પાંચ ફિલ્મો 'મનમર્ઝિયાં', 'લવ સોનિયા', 'મિત્રો', 'હોટેલ મિલન' અને 'ટર્નિંગ પોઇન્ટ' આજથી રિલીઝ

આજથી પાંચ ફિલ્મો 'મનમર્ઝિયાં', 'લવ સોનિયા', 'મિત્રો', 'હોટેલ મિલન' અને 'ટર્નિંગ પોઇન્ટ' રિલીઝ થઇ છે.

નિર્દેશક અનુરાગ કશ્યપ અને નિર્માતા આનંદ એલ. રાય, વિકાસ બહેલ, વિક્રમાદિત્ય મોટવાને અને મધુ મન્ટેના તથા અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્ઝિયાં'માં સંગીત અમિત ત્રિવેદીનું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, વિક્કી કોૈશલ, તાપસી પન્નુ અને અક્ષય અરોરાની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત પવન મલ્હોત્રા, પૂનમ શાહ અને પ્રિયંકા શાહની પણ ભૂમિકા છે. રોમેન્ટીક કોમેડી ડ્રામા ઝોનરની આ ફિલ્મની કહાની પંજાબથી શરૂ થાય છે. વિક્કી અને તાપસી અહિ રહે છે અને એક બીજાના પ્રેમમાં ગળાડુબ છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ બંનેની વચ્ચે અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે.

બીજી ફિલ્મ 'લવ સોનિયા'ના નિર્માતા દેવડી વોમાર્ક, તેબરેઝ નુરાની અને નિર્દેશક તબરેઝ નુરાનીની આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, ફ્રિડા પિન્ટો, ડેમી મૂરે, માર્ક ડ્યુપ્લેસ, મનોજ બાજપાઇ, રાજકુમાર રાવ, રિચા ચઢ્ઢા, રિયા સિસોદીયા, અનુપમ ખેર, સાઇ તમ્હાનકર અને સન્ની પવારની ભૂમિકા છે. સંગીત નેલ્સ બાય નેલ્સન અને એ.આર. રહેમાનનું છે. માનવ તસ્કરીને લગતો સંવેદનશીલ મુદ્દો આ ફિલ્મમાં છે. ૨૦૦૩માં લોસ એન્જલેસમાં એક કન્ટેનરમાં ચાઇના અને ભારતની બે છોકરીઓને પહોંચાડાઇ હતી અને હ્યુમન ટ્રાફિકીંગનું નેટવર્ક ખુલ્યું હતું. તેનાથી પ્રેરિત થઇને તબરેઝે આ ફિલ્મ બનાવી છે. મૃણાલ ઠાકુરને ૧૫૦૦ છોકરીના સ્ક્રિન ટેસ્ટ પછી આ રોલ માટે ખાસ પસંદ કરવામાં આવી છે.

ત્રીજી ફિલ્મ 'મિત્રો'ના નિર્માતા વિક્રમ મલ્હોત્રા અને નિર્દેશક નિતીન કક્કર છે. ફિલ્માં જૈકી ભગનાની, કૃતિકા કામરા, પ્રતિક ગાંધી, નિરજ સૂદ અને શિવમ પારેખની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, યો યો હનીસિંઘ અને સમીર ઉદીન તથા વાયુનું છે. આ ફિલ્મમાં જય (જૈકી) અને અવની (કૃતિકા)ની પ્રેમ કહાની છે. ૨૦૧૬માં આવેલી તેલુગુ ફિલ્મ પેલ્લી ચોપુલ્લુ પરથી આ ફિલ્મ બનાવાઇ છે.

ચોથી ફિલ્મ 'હોટેલ મિલન'ના નિર્માતા હરેશ પટેલ અને નિર્દેશક વિશાલ મિશ્રા છે. ફિલ્મમાં સંગીત હર્ષિત સકશેનાનું છે. કૃણાલ રોય કપૂર, કરિશ્મા શર્મા, ઝિસાન કાદરી, જયદિપ અહલાવત, રાજેશ શર્મા અને ઝાકીર હુશેનની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા છે. આ એક કોમેડી ફિલ્મ છે. મિત્રો ભેગા મળીને કપલ્સ માટે તેઓ નિરાતે બેસી વાર્તાલાપ કરી શકે તે માટે થઇને એક હોટલ શરૂ કરે છે, જેનું નામ હોટેલ મિલન રખાય છે. પણ હોટેલ શરૂ થતાં જ દરોડાનો દોર શરૂ થાય છે. પછી શું થાય છે? તે આ કોમેડી ફિલ્મમાં દર્શાવાયુ છે.

પાંચમી ફિલ્મ 'ટર્નિંગ પોઇન્ટ' એકશન-ડ્રામા ફિલ્મ છે. નિર્માતા દિનેશ રમન્ના અને નિર્દેશક સુધીર દુર્લભ ટંડેલની આ ફિલ્મનું લેખન કિરીટ પટેલે કર્યુ છે. ૧૯૯૨માં ગુજરાતની હીરાઘસુ યુવતિઓ પિકનીક કરવા માટે નીકળીહતી અને ગૂમ થઇ ગઇ હતી. આ રહસ્યમય ઘટનામાં છેલ્લે શું થયું હતું? ફિલ્મનો હીરો કઇ રીતે ઘટનાના મુળ સુધી પહોંચે છે? તેની વાત આ ફિલ્મમાં છે. આજથી પાંચ ફિલ્મો 'મનમર્ઝિયાં', 'લવ સોનિયા', 'મિત્રો', 'હોટેલ મિલન' અને 'ટર્નિંગ પોઇન્ટ' રિલીઝ થઇ છે.

(9:31 am IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST