Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

'સાહો' આઇમેક્સ સ્ક્રીનો પર દુનિયાભરમાં રિલીઝ થશે

મુંબઈ: તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ સાહોથી કમબેક કરવા જઇ રહ્યો છે. ફિલ્મ ટોડી ફોર્મેટ ઉપરાંત IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની છે.ફિલ્મ 'સાહો' નું આઈમેક્સ વર્ઝન ફક્ત ભારત નહીં વિદેશમાં પણ રિલીઝ થશે. ફિલ્મ તમામ બજારો માટે આઇમેક્સ ફોર્મેટમાં ડિજિટલ રીતે ફરીથી ગોઠવવામાં આવશે.જો કે પદ્ધતિ આજકાલ તમામ હોલીવુડની ફિલ્મ આઈમેક્સમાં રિલીઝ કરવા માટે અપનાવવામાં આવી રહી છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓએ હજી વલણ અપનાવ્યું નથી.ધૂમ 3, ગોલ્ડ અને 2.0 કેટલીક ફિલ્મો છે કે જે આઈમેક્સમાં રિલીઝ થઈ હતી.IMAX મનોરંજનના પ્રમુખ અને IMAX કોર્પના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ મેગન કોલિગને કહ્યું કે, "યુવી ક્રિએશન અને ટી-સિરીઝના ભાગીદાર બની સાહોની છૂટથી અમે ખૂબ ખુશ છીએ." ફિલ્મ 30 ઓગસ્ટે હિન્દી, તેલુગુ અને તમિલ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે.

(3:05 pm IST)
  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • સરહદે ૩ પાકિસ્તાનીઓ ઠાર મરાયા : કાશ્મીરના ઉરી - રાજૌરીમાં પાક લશ્કરના ઉંબાડીયા વધતા જાય છે: કાશ્મીર સરહદે ફરી લાઈન ઓફ કંટ્રોલ - અંકુશ હરોળ રેખાનું ઉલ્લંઘન કરી ઉરી - રાજૌરીમાં સતત ફાયરીંગ : ભારતીય લશ્કરે વળતો મૂહંતોડ જવાબ આપી પાકિસ્તાન લશ્કરના ૩ સૈનિકોને ઠાર કર્યા હતા access_time 7:18 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST