Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડેમીમાં રાજકુમાર રાવે આપ્યું પ્રવચન

મુંબઇ: ટોચના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવને હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડેમીએ સ્વાતંત્રય દિનની ઊજવણીના ભાગ રૃપે  પ્રવચન આપવા નોતર્યો હોવાની માહિતી મળી હતી.રાજકુમાર રાવની તાજેતરમાં રજૂ થયેલી અનિલ કપૂરની ફન્ને ખાન બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી. જો કે રાજકુમાર રાવના કામને લોકોએ વખાણ્યું હતું.હાલ રાજકુમાર એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા અને હોરર કોમેડી સ્ત્રીના પ્રમોશનમાં બીઝી છે. એ બધાં કામોમાંથી સમય કાઢીને એ પોલીસ એકેડેમીમાં પ્રવચન આપવા જવાનો છે. નેશનલ પોલીસ એકેડેમીએ સ્વાતંત્ર્ય દિનની ઊજવણી રવિવાર ૧૮ ઑગષ્ટે રાખી છે.રાજકુમાર રાવે કહ્યું કે નેશનલ પોલીસ એકેડેમીમાં પ્રવચન આપવાની તક મળે એને હું પ્રિવિલેજ ગણું છું. ગણવેશધારી પોલીસ અનેક ટાંચાં સાધનો વચ્ચે પણ અત્યંત પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. એમના કામથી સૌને પ્રેરણા મળે એ રીતે એ લોકો સમર્પિત ભાવનાથી પોતાની ફરજ બજાવતા રહ્યા છે. મને પોલીસના ગણવેશ માટે ખૂબ માન છે. ફરજના કલાકોની પરવા કર્યા વિના એ લોકો ખૂબ કામ કરે છે અને કદી પોતાની ફરજ બજાવવામાં પાછા પડતા નથી.

(12:40 pm IST)