Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

મારા ભાઈ ઇશાન ખટ્ટર સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી: શાહિદ કપૂર

મુંબઇ: ટોચના અભિનેતા શાહિદ કપૂરે એવી સ્પષ્ટતા કરી હતી કે હું મારા ઓરમાન ભાઇ અભિનેતા ઇશાન ખટ્ટર સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી.તાજેતરમાં ઇશાન અને જાન્હવી કપૂરની ફિલ્મ ધડક હિટ નીવડી ત્યારબાદ એેવા મિડિયા અહેવાલો વહેતા થયા હતા કે ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટરને લઇને નવી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ બંને ભાઇઓને સાથે ચમકાવવાની તેમની ઇચ્છા છે.એના જવાબમાં શાહિદ કપૂરે કહ્યુ હતું કે આ મિડિયા રિપોર્ટ સાવ કાલ્પનિક અને ખોટ્ટા છે. ગોસિપ કૉલમોમાં આવા રિપોર્ટ પ્રગટ થતા રહ્યા છે. હું મારા ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટર સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. અમે કોઇ ફિલ્મ સાથે સાઇન કરી નથી કે કોઇ ફિલ્મ સર્જકે અમને સાથે ચમકાવવા ફિલ્મની ઑફર કરી નથી. પછી એણે હસતાં હસતાં ઉમેર્યું હતું કે ઇશાન મારી સાથે ફિલ્મ કરવા તૈયાર તો હોવો જોઇએ ને ?શાહિદે તાજેતરમાં શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ પૂરી કરી હતી. હવે એ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કરવાનો છે.

(12:39 pm IST)