Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુટ્યુબમાં સૌથી વધુ વખત જોવાયું પિયાનો પર દેશનું રાષ્ટ્રગીત ''જનગણ મન'': કરોડો લોકોએ માણ્યું :તોડ્યા રેકોર્ડ :જુઓ વિડિઓ

નવી દિલ્હી :પિયાનો પર દેશનું રાષ્ટ્રગીત જનગણ મન ની પ્રસ્તુતિએ વિડિઓ શેયરિંગ વેબસાઈટ યૂટ્યૂબ પર તમામ રેકોર્ડ તોડ્યા છે,યૂટ્યૂબ પર અત્યારસુધીમાં 7,30 કરોડ વખત જોવાયું છે જે સૌથી વધુ વખત જોવાયેલ રાષ્ટ્રગીત બન્યું છે,મુંબઈના પિયાનોવાદક શાયન ઇટાલિયાએ તેને તૈયાર કર્યું છે અને ફરહાદ વિજય અરોડાએ તેની નિર્દેશન કર્યું છે આ વિડિઓને 29મી જુલાઈએ અપલોડ કરાયો હતો

   ઇટાલિયાએ કહ્યું કે યૂટ્યૂબ પર મુક્યાના પહેલા જ દિવસે આ વિડિઓને 50 લાખ લોકોને માણ્યો હતો અમને તરત અહેસાસ થયો કે દેશને તેના ભાવનાત્મક જનગણ મન થી જોડાવાનો શાનદાર અવસર મળ્યો છે

  તેઓએ કહ્યું કે અમે નક્કી કર્યું કે રવીન્દ્રનાથ ટાગોરની આ રચનાને 15મી ઓગસ્ટ સુધીમાં 7,1 કરોડ વ્યૂઝ હોવા જોઈએ પ્રત્યેક મિલિયન દેશની આઝાદીના 71 વર્ષ થવાના અવસરમાં સમર્પિત છે.

(12:53 am IST)
  • ઇટાલીમાં મોટા પુલની દુર્ઘટના બાદ એક વર્ષ માટે લિગુરીયા પ્રાંતમાં કટોકટી લાદી દેવાઈ :40 કરોડની સહાય જાહેર :જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી ઇટાલીના વડા પ્રધાન ગ્યુસ્પે કૉન્ટેએ જાહેર કરી હતી:કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. 40 કરોડ)ની સહાય જાહેર કરી છે access_time 12:42 am IST

  • કેરળમાં ભારે વરસાદ અને ભયાનક પુરનો કહેર :મૃત્યુઆંક 60 થયો :છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત :પરિસ્થિતિ ગંભીર :કોચી એરપોર્ટ હજુ પણ બંધ :રાજ્યના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર access_time 1:10 am IST

  • મધ્યપ્રદેશના શિવપુરી ધોધમાં પીકનીક મનાવવા ગયેલા 11 લોકો ડૂબ્યા : દોઢેક ડઝન લોકો ફસાયા : બચાવવા માટે હેલીકૉપટરની મદદ લેવાઈ :સાતને બચાવાયા; કલેકટરે કહ્યું અંધારું થવાને કારણે રાહત-બચાવમાં વિલંબ : અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકો ડૂબવા લાગ્યા : મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વીટ કર્યું કે ફસાયેલ લોકોને બચાવવા પ્રયાસ ચાલુ : બચાવ ટીમના સતત સંપર્કમાં છું access_time 9:13 pm IST