Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મુવી રીવ્યુ :''ગોલ્ડ ''આંતરરાષ્ટ્રીય મંચ પર ત્રિરંગો લહેરાવવાનું ગૌરવ સાથે રોમાંચ સર્જતી અને ઇતિહાસ આલેખન કરતી ફિલ્મ

 

મુંબઈ :દેશપ્રેમનું આલેખન કરતી અનેક ફિલ્મો બોલીવુડમાં બની છે સાથે રમતના મેદાનમાં ભારતીય ગૌરવને પ્રસ્થાપિત કરવું અને દેશદાઝને ઉજાગર કરતી ફિલ્મ એટલે 'ગોલ્ડ ''ગોલ્ડ કોઈપણ રમતમાં પોતાના દેશના ઝંડાને એક આંતરરાષ્ટ્રીય મંચ પર લહેરાતો જોવાનું ગૌરવ બક્ષતી ફિલ્મ છે ઘટના જ્યારે 1948ના લંડન ઓલિમ્પિકની હોય તો આ ભાવના વધારે મજબૂત થઈ જાય છે. આ ઓલિમ્પિક્સમાં ભારતને સાબિત કરવાનું છે કે 1936થી 1948 સુધી રમતનું વર્ચસ્વ માત્ર ચાન્સની જ વાત નહોતી. આ ઘટના ઐતિહાસિક પણ છે કારણકે ભારતીય હોકી ટીમ આઝાદીના એક વર્ષ પછી જ રમી હતી.

‘  ગોલ્ડજોશથી ભરેલી ટીમની સફરને બતાવે છે. જેણે બ્રિટનના 200 વર્ષની ગુલામી સામે ઝંડો ઉંચો કર્યો હતો. આ ફિલ્મની સ્ટોરી 1936થી શરુ થાય છે જ્યારે ભારતીય હોકી ટીમે બર્લિન ઓલિમ્પિક્સમાં ત્રીજી વાર ગોલ્ડ જીત્યો હતો. ત્યારે આ ટીમ બ્રિટિશ ઈન્ડિયા ટીમ કહેવાતી હતી. ટીમના એક બંગાળી જુનિયર મેનેજરે આઝાદ ભારતની ટીમને ગોલ્ડ અપાવવાનો સંકલ્પ કર્યો હતો. તેનું સપનું 1948માં બ્રિટનની ધરતી પર ભારતીય ધ્વજ લહેરાવવાનું હતું.

   રીમા કાગતીએ ઉંડો અર્થ ધરાવતી આ સ્ટોરીને મનોરંજક તરીકે દર્શાવી છે. આ ફિલ્મ ઈતિહાસના એ સમયમાં લઈ જાય છે. જેના વિશે ઓછી વાતો થઈ છે. દરેક કલાકારોનું પ્રદર્શન શાનદાર છે. ધોતી પહેરેલા અક્કીના કેરેક્ટરે ખૂબ મનોરંજન કરાવ્યું છે. અક્ષયે ઈમોશનલ રીતે પણ સારો અભિનય કર્યો છે. કુણાલ કપૂરે હોકી પ્લેયર અને પછી કોચ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનીત કુમારનું કામ પણ દમદાર છે. અમિત સાધનું કેરેક્ટર પણ સારુ છે. એક ગુસ્સાવાળા પ્લેયર તરીકે સની કૌશલે પણ પોતાનો રોલ સારી રીતે કર્યો છે

   મૌની રોયે બંગાળી પત્નીનો પોતાનો નાનો પણ શાનદાર રોલ કર્યો છે. ગોલ્ડમાત્ર હોકી પર બનેલી એક ફિલ્મ નથી પરંતુ એક પીરિયડ ફિલ્મ છે. જે તે સમયને જીવંત કરે છે. જેને પહેલાથી જ ભૂલી ચૂકાયો છે. આ ફિલ્મમાં વિભાજનની દર્દનાક ઘટનાને પણ દર્શાવવામાં આવી છે. જેમાં ક્રૂરતાથી દેશના બે ભાગલાં થયાં હતાં. ઈમોશનલ એન્ડ પર ફિલ્મ ખૂબ જ દમદાર છે કારણકે કેટલાક લોકો પોતાનો પર્સનલ વિરોધ દૂર રાખીને ભારતની જીત માટે સાથે મળીને પ્રયાસ કરે છે. આઝાદી પછીની આ પહેલી રમત હતી એટલે ગ્રાઉન્ડ પર રમી રહેલી ભારતીય ટીમ માટે પાકિસ્તાની ટીમ પણ ચિયર કરતી જોવા મળે છે. 

પ્રોડક્શન ડિઝાઈન અને કોસ્ચ્યૂમે તે જમાનાને દર્શાવવામાં મહત્વનો રોલ કર્યો છે. સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર ટેક્નીક અને ગુણવત્તા મામલે શાનદાર છે. ફિલ્મમાં થતી હોકી મેચ થ્રિલિંગ છે. મેચનો અંત જાણતા હોવા છતાં તમે રોમાંચમાં તણાઈ જશો. ભારતીય ટીમ માટે તમને ચિયર કરવાનું પળે પળે મન થશે. ફિલ્મમાં ‘ચઢ ગઈ’ અને ‘નૈનો ને બાંધી’ ગીતોની જરુર નહોતી.

(12:11 am IST)
  • અમેરીકાના એટલાન્ટામાં વધુ એક ગુજરાતી યુવાન અલ્પેશ પટેલની હત્યા : અમેરીકાના એટલાન્ટાના મેકન ખાતે આણંદ પંથકના અલ્પેશ પ્રજાપતિ નામના વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઈ છે : એક ગ્રોસરી સ્ટોરમાં તે નોકરી કરતો હતો : બે લૂંટારા લૂંટ માટે આવેલ : સીધી ગોળી છોડી હત્યા કરી હતી access_time 4:39 pm IST

  • હવે ઉત્તરપ્રદેશમાં એરપોર્ટોના બદલાશે નામ :યોગી સરકારે કેન્દ સમક્ષ મૂકી માંગ :મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાય રાખ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રને કાનપુર, બરેલી અને આગ્રા એરપોર્ટના નામ બદલાવવા દરખાસ્ત મોકલી છે access_time 1:08 am IST

  • નરેન્દ્રભાઈ મોદી એક મોડલ છે એક હીરો છે ;ચીફ જસ્ટિઝ પટના હાઇકોર્ટ :જસ્ટિઝ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિઝ બન્યા :રાજ્યપાલ સત્યપાલ મલિકે લેવડાવ્યા શપથ :જસ્ટિઝ શાહ આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં જજ હતા :1982માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરુ કરી હતી :એક ઇન્ટરવ્યૂમાં તેઓએ મોદીને મોડલ અને હીરો ગણાવ્યા હતા access_time 1:30 am IST