Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કૃતિ સેનન હવે કરશે આઈટમ સોન્ગ

મુંબઇ: બોલીવૂડની ફિલ્મોમાં આઇટમ સોન્ગ પણ હવે અભિનેત્રીઓ કરવા લાગી છે. યાદીમાં કૃતિ સેનને ઉમેરો થયો છે. આગામી ફિલ્મમાં અભિનેત્રી આઇટમ ગીત પર ઠુમકા લગાવવા રાજી થઇ છે.

 

એક ન્યુઝ પોર્ટલની વાતમનીએ તો, કૃતિ સેનન એક આઇટમ ગીત પર ઠુમકા લગાવાની છે. જેની સાથે રાજ કુમાર રાવ પણ થિરકતો જોવા મળશે. ગીત ફિલ્મમાં વધારાનું મનોરંજન પુરુ પાડવાના ઉદેશ્યથી લેવામાં આવ્યું છે. જેનું કમ્પોઝ સચિન-જીગરનું છું.
ગીતમાં ખાસ લટકા-ઝટકા જોવા મળશે. ગીતને ફિલ્મ રિલીઝના બરાબર એકઅઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ગીતનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ ફિલ્મના અંતમાં ક્રેડિટ રોલની સાથે દર્શાવવામાં આવશે.
કૃતિના ગીતના શબ્દો 'આઓ હવેલી પે હોવાનું મનાઇ રહ્યું છે. ગીત ફિલ્મને મનોરંજક બનાવશે તેમજ દર્શકોને ફિલ્મ સાથે જોડવામાં ઉપયોગી થશે.

(3:54 pm IST)