Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આ કલાકરો જીવે છે સામાન્ય લાઈફ સ્ટાઇલ

મુંબઇ: બોલીવૂડમાં મોટા ભાગના કલાકારોને મોંઘીમોંઘી કારમાં ફરીને દેખાડો કરવાની ઘેલછા છે. જ્યારે અહીં એવા પણ કલાકારો છે જેમની પાસે મોંઘીદાટ ગાડીઓ હોવા છતાં તેઓ પોતે સસ્તી કારમાં ફરતા હોય છે. યાદીમાં નાના પાટેકર, જેકી શ્રોફ તેમજ અન્ય કલાકારો આવે છે.

 

નાના પાટેકરની લાઇફસ્ટટાઇલ બહુ સીધી-સાદી છે. તેમને પોતાની શ્રીમંતાઇ કે ઇમેજની જાહેરમાં કોઇ પડી નથી. તેની પાસે  મોંઘી મોંઘી  અનેક કાર છે પરંતુ તે પોતે હંમેશા ટાટા સફારીમાં ફરવાનો શોખ ધરાવે છે.
જેકી શ્રોફ પાસે ઘણી લકઝરી કાર છે. પરંતુ તે પોતે રૃા.૧૨ થી ૨૦ લાખની કારમાં ફરતો જોવા મળે છે. અભિનેત્રી ગુલ પનાગને સ્કોર્પિયો કારમાં હરવું-ફરવું પસંદ છે. તેણે તો પોતાની કારમાં ઇચ્છા મુજબ ફેરફાર પણ કરાવ્યા છે. જેમ કે ચંકી રબ્બર વ્હીલ્સ, મોડિફાઇડ સસ્પેંશન અને મોડીફાઇડ બમ્પર જેવા ફીચર્સ સામેલ છે.
જોન અબ્રાહમને મોંઘી કારનો બહુ શોખ છે. તેની પાસે નિસાન જીટીઆર હોવાની સાથેસાથે મોંઘી બાઇક્સ પણ છે. પરંતુ પોતાના ઉપયોગ માટે તે મોટા ભાગે મારુતી જીપ્સી વાપરે છે.

(3:53 pm IST)