Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પત્ની કરીના સાથે આ ફિલ્મમાં નજરે પડી શકે છે સૈફ અલી ખાન

મુંબઇ: બોલીવૂડમાં એવી ચર્ચા થઇ રહી છે કે, 'લાઇફ ઇન મેટ્રો ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. ફિલ્મ માટે નિર્માતાઓ સૈફ અલી ખાનનો સંપર્ક કરી રહ્યા છે. જો સૈફ ફિલ્મ કરવા રાજી થશે તો પત્ની કરીના સાથે કામ કરતો જોવા મળે તેવી શક્યતા છે.

 

વાત એમ છે કે નિર્માતાઓએ ફિલ્મ માટે કરીનાનો તો સંપર્ક કર્યો છે. હવે તેઓ ઇચ્છે છે કે સૈફ પણ ફિલ્મમાં કામ કરે. જોકે હજી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. સૈફની ફિલ્મો રૃપેરી પડદે સારો દેખાવ કરતી નથી. તેને હવે નિર્માતા-દિગ્દર્શક જલદી સાઇન કરવા રાજી થતા નથી. પરંતુ જો સૈફ અને કરીના સાથે કામ કરે તો કદાચ સૈફ બાજી મારી જાય તેવી શક્યતા છે.
સૈફ હાલ વેબ સીરીઝમાં કામ કરી રહ્યો છે. તેની વેબ સીરીઝ પણ ચર્ચાને પાત્ર બની હતી. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક પણ એક ફિલ્મમાં સાથે દેખાવાના છે. પરથી લાગે છે કે સૈફ-કરીના પણ કદાચ સાથે કામ કરવા રાજી થાય.

(3:53 pm IST)